Home> Technology
Advertisement
Prev
Next

હવે whatsapp પર અમુક લોકો માટે હાઈડ કરી શકો છો પ્રોફાઈલ પિક્ચર-સ્ટેટસ, અહીં જાણો ડિટેલ

વોટ્સએપ પર રોજબરોજ કંઈકને કંઈક નવું નવું અપડેશન આવતું જ રહે છે. ત્યારે આ વખતે એવું અપડેટ આવ્યું છેકે, તમે પોતે પણ જાણીને ખુબ થઈ જશો.

હવે whatsapp પર અમુક લોકો માટે હાઈડ કરી શકો છો પ્રોફાઈલ પિક્ચર-સ્ટેટસ, અહીં જાણો ડિટેલ

નવી દિલ્લીઃ વોટ્સએપમાં એક પછી એક નવા નવા ફીચર એડ કરી રહ્યું છે. ત્યારે હાલ એક નવું ફીચર વોટ્સએપ પર આવી ગયું છે. ઘણા મહિનાઓના ટેસ્ટિંગ બાદ આખરે વોટ્સએપે આ ફીચરને રોલ આઉટ કર્યું છે. વોટ્સએપના આ નવા ફીચરમાં યૂઝર્સ પોતાનો લાસ્ટ સીન અને સ્ટેટસ અપડેટને અમુક લોકોથી છુપાવી શકશે. ટ્વિટર પર ફીચર અપડેટ અંગેની જાહેરાત કરતાં વોટ્સએપે કહ્યું કે, ઓનલાઈન પ્રાઈવેસી જાળવવા માટે એક નવો સેટિંગ્સ વિકલ્પ લાવ્યા છીએ. જેમાં તમે તમારી પ્રોફાઈલ પિક્ચર, ઈન્ફો, લાસ્ટ સીન અને સ્ટેટસને અમુક વ્યક્તિઓથી હાઈડ રાખી શકો છો.

fallbacks

પહેલાં યૂઝર્સ પાસે ખાસ લોકોથી પોતાનું સ્ટેટસ અને લાસ્ટ સીન છુપાવવાનો ઓપ્શન ન હતો. યૂઝર્સ પાસે ફ્ક્ત 3 વિકલ્પ હતા. જેમાં everyone, my contact, nobody. પરંતુ હવે યૂઝર્સ પાસે my contacts except વિકલ્પ પણ ઉપલબ્ધ છે. જો તને સ્ટેટસ પોસ્ટ કરતાં everyone વિકલ્પ પસંદ કરો છો તો તમારો લાસ્ટ સીન, પ્રોફાઈલ ફોટો, ઈન્ફો અથવા સ્ટેટસ તમામ વોટ્સએપ યૂઝર્સને દેખાશે. એવી જ રીતે જો તમે my contact વિકલ્પ પસંગ કરશો તો લાસ્ટ સીન, પ્રોફાઈલ ફોટો, ઈન્ફો અથવા સ્ટેટસ તમારા કોન્ટેક્ટ વાળા લોકોને જ દેખાશે. 

આ પહેલાં વોટ્સએપે ઘોષણા કરી હતી કે તેઓ ગ્રુપ કોલ માટે ફીચરનો એક સમૂહ તૈયાર કરી રહ્યો છે. એપ હવે યૂઝર્સને કોલ પર વિશિષ્ટ લોકોને મ્યૂટ કરી શકશે. જો કે, મ્યૂટ કરવાનો અધિકાર તમામ લોકોને અપાશે કે, પછી માત્ર ગ્રુપ એડમિનને તે સ્પષ્ટ નથી. આ સાથે યૂઝર્સ કોલ દરમિયાન ખાસ લોકોને મેસેજ પણ કરી શકશે. એપે એક નવું ઈન્ડિકેટર પણ રજૂ કર્યું છે. જે યૂઝર્સ માટે તે સરળ બનાવી દેશે કે,  ક્યારે લોકો કોલમાં જોઈન થઈ રહ્યા છે. ગ્રુપ કોલ ફીચરની પહેલાં વોટ્સએપે એપલના મૂવ ટૂ IOS ફીચર માટે ચેટ હિસ્ટ્રી, ફોટો, વીડિયો અને વોયસ મેસેજને એન્ડ્રોયડથી આઈફોનમાં ટ્રાન્સફર કરવાનું પણ શરૂ કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More